વેજાગામ વાજડીની સીમમાં બનાવ : ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો
શહેરના કાલાવડ રોડ પર આવેલા વેજાગામ વાજડી ગામની સીમમાં મને કેમ બોલાવે છે કહી યુવાન ઉપર શખ્સે બેટથી હુમલો કરી માર માર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ વેજાગામ વાજડીમાં વાલાભાઈની વાડીએ રહેતો અર્જુન શંકરભાઈ ઠાકોર (ઉ.વ.24) નામનો યુવાન ગઈ કાલે વાડીએ હતો ત્યારે મહાદેવ નામના શખ્સે ઝઘડો કરી તુ મને કેમ બોલાવે છે કહી બેટ વડે હુમલો કરી માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટેસિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.