શહેરના બજરંગવાડી પાસે આવેલા ભારતીનગરમાં યુવાન ઉપર ભાભીના પૂર્વ પ્રેમી સહિત ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં ફાયરબ્રિગેડ પાસે ઓસ્કાર ઇન્કલિવમાં રહેતા અને રીક્ષા ચલાવતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે લાલો કનૈયાલાલ ચાવડા (ઉ.વ.42)અ. ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભારતીનગરમાં રહેતા ભાભીના પૂર્વ પ્રેમી રવિ રાજુભાઇ ચૌહાણ, જીતુભાઇ અને ગીતાબેનના નામે આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના ભાભી ભારતીનગરમાં રહે છે. અગાઉ આરોપી રવિ ચૌહાણ સાથે પ્રેમસંબંધ હતો.
દરમિયાન ગઇકાલે તેના ભાભી શેરીમાંથી નિકળ્યા ત્યારે આરોપીએ તેને ‘મોઢુ કેમ બગાડે છે’ તેમ કહી બોલાચાલી કરી હતી. જેથી ફરિયાદી ભારતીનગરમાં આરોપીને સમજાવવા જતા આરોપી રવિ ચૌહાણ, તેના ફઇ ગીતાબેન અને રવિના કાકા જીતુભાઇએ ઝઘડો કરી ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
