શાપર-વેરાવળમાં કારખાનામાં કામ કરતા મિત્રોએ રાત્રે દારૂની મહેફિલ માણયા બાદ ગાળો બોલવા પ્રશ્ર્ને ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ મિત્રોએ ધોકા વડે હુમલો કરી માર મારતા ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવ મળતી વિગત મુજબ મુળ યુપીનો અને હાલ શાપર-વેરાવળમાં ભારત કંપની નામના કારખાનામાં કામ કરતો રાહુલ નિર્મલ કુમાર (ઉ.વ.20) નામનો યુવાન ગત રાત્રે તેના રૂમ પાર્ટનર અમિત, સંતોષ અને અમન સહિતના મિત્રો સાથે ઓરડીમાં દારૂની મહેફિલ કરી હતી. મહેફિલ માણયા બાદ ગાળો બોલવા પ્રશ્ર્ને બોલાચાલી જતા રાહુલ ઉપર અમિત, સંતોષ અને અમને ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
