જોડિયાના નેસડા ગામે ખેતમજૂર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

લગ્ન થતા ન હોવાના કારણે વ્યથિત બનેલા યુવાને જિંદગીથી કંટાળી પગલું ભર્યુ મૂળ દાહોદના વતની, અને હાલ જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા ખેડૂત સૈલેશભાઈ ડાંગરની…

લગ્ન થતા ન હોવાના કારણે વ્યથિત બનેલા યુવાને જિંદગીથી કંટાળી પગલું ભર્યુ

મૂળ દાહોદના વતની, અને હાલ જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા ખેડૂત સૈલેશભાઈ ડાંગરની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કમલેશભાઈ હિમલાભાઈ સંગોડ નામના 22 વર્ષના આદિવાસી યુવાને ગઈકાલે પોતાની વાડીમાં આંબલી ના ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ શંકર હિમલાભાઈ સંગોડે પોલીસને જાણ કરતાં જોડીયા ના પોલીસ હેડ કોસ્ટેબલ એમ.ડી.શિયાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ના પિતાનું આજથી પાંચ વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું, ત્યારબાદ પોતે વ્યથિત બનીને રહેતો હતો, અને પોતાના લગ્ન થતાં ન હોવાના કારણે મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *