કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા રાજકોટિયન્સ!!!

રાજકોટ મનપાની 72 બેઠકો પૈકી ભાજપે 64 બેઠક અંકે કરી લીધી છે. મતદારોનો ભરોસો અંકે કરવામાં વિરોધ પક્ષ સંપૂર્ણ નિષ્ફળ નિવડયો. મતગણતરી બાદ ભાજપનાં વિવિધ…

રાજકોટ મનપાની 72 બેઠકો પૈકી ભાજપે 64 બેઠક અંકે કરી લીધી છે. મતદારોનો ભરોસો અંકે કરવામાં વિરોધ પક્ષ સંપૂર્ણ નિષ્ફળ નિવડયો. મતગણતરી બાદ ભાજપનાં વિવિધ વોર્ડનાં ઉમેદવારોએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી, ઢોલ નગારા, પુષ્પ વર્ષા કરી ઉમેદવારોને વધાવવામાં આવ્યા હતાં. ઉમેદવારોના સમર્થકો, ભાજપનાં કાર્યકરોમાં હર્ષોુલ્લાસની લાગણી છવાઈ હતી અને ટેર ઠેર ભગવો લહેરાયો હતો.

વોર્ડ નં.1,2,4,5,6,7,8,9,10,11,12,13,14,17 અને 18નાં ભાજપનાં ઉમેદવારોનો વિજય થયો છે. આ તમામ ઉમેદવારોને સમર્થકો અને કાર્યકરોએ વધાવ્યા હતાં. નેહલ શુકલ, પરેશ ઠાકર, ઘનશ્યામ હેરભા, અશ્ર્વિન પીપળીયા, પ્રદીપ ડવ, સંજયસિંહ રાણા, ‘હોટ ફેવરીટ’ ઉમેદવરોમાં હરખની હેલી પ્રસરી હતી. ત્યારે વોડ નં.15માં પેનલ તૂટતા ભાજપના નિલેશ હેરભાનો વિજય થયો છે અને વશરામ સાગઠીયાની હાર થતાં રાજકીય અપસેટ પણ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *