કાલથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ

તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી રાજ્યમાં માવઠુ વરસ્યા બાદ માસના અંતમાં ચૈત્રી દનૈયા તપવાનું શરૂ થયું છે. આજે શુક્રવારથી આગામી પાંચ દિવસ સુધી…

તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

રાજ્યમાં માવઠુ વરસ્યા બાદ માસના અંતમાં ચૈત્રી દનૈયા તપવાનું શરૂ થયું છે. આજે શુક્રવારથી આગામી પાંચ દિવસ સુધી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આગામી ધ્વિસોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થવાની સંભાવના પણ વ્યકત કરાઈ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠા બાદ ગુરુવારથી ગરમીનો અહેસાસ નગરજનો કરી રહ્ય છે. ચૈત્ર માસની શરૂઆતથી જ માવઠા વરસ્યા બાદ હવે ફરી ગરમીના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચુકી છે. ભુજ અને રાજકોટ માં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં ગરમીમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ખાસ કરીને કાંઠા વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન તીવ્ર તાપ અને ગરમ પવનોના કારણે જનજીવન પર અસર પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી 15 એપ્રિલ સુધી આકરી ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકો માટે સાવચેતી રાખવી જરૂૂરી છે, કારણ કે હીટવેવ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

હવામાન નિષ્ણાતોએ લોકોને પૂરતું પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું અને જરૂૂરી ન હોય તો બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને વિશેષ કાળજી રાખવા જણાવવામાં આવ્યું છે. આ ગરમીના પ્રભાવને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે પણ એલર્ટ મોડ પર કામ શરૂૂ કર્યું છે અને જરૂૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *