જગત પર લટકતી સુપર અલનીનોની નવી તલવાર

હવામાનની પેટર્ન બદલાવીને અનેક દેશોમાં કુદરત છાને પગલે વિકરાળ તારાજી સર્જશે એવો વૈજ્ઞાનિકોનો દાવો આ દિવસોમાં દેશમાં હવામાનનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. ક્યારેક…

હવામાનની પેટર્ન બદલાવીને અનેક દેશોમાં કુદરત છાને પગલે વિકરાળ તારાજી સર્જશે એવો વૈજ્ઞાનિકોનો દાવો

આ દિવસોમાં દેશમાં હવામાનનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. ક્યારેક ધોધમાર વરસાદ તો ક્યારેક કડક તડકો, આ સ્થિતિએ લોકોને મુંઝવણમાં મૂકી દીધા છે કે એપ્રિલ મહિનામાં આટલો વરસાદ કેવી રીતે હોઈ શકે? બીજી તરફ, પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રશાંત મહાસાગરમાં એલ નીનો (El Nino) સર્જાઈ રહ્યો છે, જે આ વર્ષે દુનિયા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એલ નીનો અત્યંત શક્તિશાળી હોઈ શકે છે, જે હવામાનની પેટર્ન બદલીને અનેક દેશોમાં દુષ્કાળ, પૂર અને ગરમીનું પ્રમાણ વધારી શકે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સમયે પ્રશાંત મહાસાગરમાં ગરમી ઝડપથી વધી રહી છે, જે એલ નીનો બનવાના સંકેત આપી રહી છે. ’યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ’ના તાજેતરના અંદાજ મુજબ, આ વર્ષે સુપર એલ નીનો બનવાની શક્યતા ઘણી વધારે છે. જો આવું થશે તો તે માત્ર સામાન્ય આબોહવા પરિવર્તન નહીં હોય, પરંતુ તેની અસર આગામી ઘણા વર્ષો સુધી રહી શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે તેની અસર 2027 સુધી વૈશ્વિક તાપમાનમાં ધરખમ વધારો કરશે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ થાય છે. આ ફેરફાર નાનો લાગે છે, પરંતુ તે પવનની દિશા, વરસાદ અને હવામાનની સમગ્ર સિસ્ટમ પર અસર કરે છે.

આ વર્ષે વરસાદ ખેંચાશે? : અલ નીનોની અસરથી નબળા ચોમાસાની આગાહી, જાણો કયા મહિનામાં કેટલો પડશે વરસાદ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા અંદાજે 2ઓઈ કે તેથી વધુ વધે છે, ત્યારે તેને ’સુપર એલ નીનો’ કહેવામાં આવે છે. આવા મજબૂત એલ નીનો દર 10 થી 15 વર્ષમાં એકવાર આવે છે, પરંતુ જ્યારે તે આવે છે ત્યારે તેની અસર વધુ વ્યાપક અને લાંબા સમય સુધી હોય છે. વર્તમાન મોડલ્સ દર્શાવે છે કે તાપમાન 1997-98 અને 2015-16 જેવા મોટા એલ નીનોના સ્તર સુધી પહોંચી શકે છે.
કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ છેલ્લા 100 વર્ષના સૌથી શક્તિશાળી એલ નીનોમાંનું એક હોઈ શકે છે.
જોકે, દરેક એલ નીનો એક સરખું હોતું નથી અને તેની અસરો અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ હોઈ શકે છે.ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય ચોમાસું છે. મજબૂત એલ નીનો દરમિયાન ઘણીવાર વરસાદ નબળો અથવા અસમાન રહે છે, ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં. આનાથી ખેતી, પાણીની ઉપલબ્ધતા અને ગ્રામીણ અર્થતંત્ર પ્રભાવિત થઈ શકે છે. દક્ષિણ-પૂર્વ એશિયા અને કેરેબિયનમાં દુષ્કાળ અને ભારે ગરમી પડી શકે છે.

દક્ષિણ અમેરિકાના પેરુ અને ઇક્વાડોર જેવા પશ્ચિમ કિનારાના દેશોમાં ભારે વરસાદ અને પૂરનું જોખમ વધી જાય છે. પ્રશાંત મહાસાગરમાં ચક્રવાત અને વાવાઝોડાની સંખ્યા વધી શકે છે, જ્યારે એટલાન્ટિક મહાસાગરમાં વાવાઝોડાં ઘટી શકે છે.

આ સંભવિત સુપર એલ નીનોને કારણે વૈશ્વિક તાપમાનમાં ઝડપી વધારો થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2026 કે 2027 દુનિયાના અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ બની શકે છે. તાપમાનનો આ વધારો પેરિસ કરારની 1.5ઓઈ ની મર્યાદાને પણ એક વર્ષ માટે ઓળંગી શકે છે, જે આબોહવા પરિવર્તનની દ્રષ્ટિએ અત્યંત ગંભીર સંકેત માનવામાં આવે છે.

ભારત માટે મુખ્ય ચિંતા નબળા ચોમાસાની છે. સામાન્ય રીતે એલ નીનોના વર્ષોમાં વરસાદ ઓછો રહે છે અથવા તો અનિયમિત હોય છે. 2026માં પણ ઓછો વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ખાસ કરીને મધ્ય અને ઉત્તર ભારતમાં. જો વરસાદ ઓછો પડશે, તો પાકનું ઉત્પાદન ઘટશે અને પાણીની અછત જેવી સમસ્યાઓ વધી શકે છે, જેની સીધી અસર દેશના આર્થિક માળખા પર પડી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *