ઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયો

જામનગરમાં સાતનાલા નજીક મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારમાં ગઈકાલે મોડી સાંજે કરૂણાંતિકા સર્જાઇ છે ત્રણ વર્ષના માસુમ બાળકનું રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી…

જામનગરમાં સાતનાલા નજીક મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારમાં ગઈકાલે મોડી સાંજે કરૂણાંતિકા સર્જાઇ છે ત્રણ વર્ષના માસુમ બાળકનું રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે. જેને લઈને ગઢવી પરિવારમાં ભારે શોકનું મોજો ફરી વળ્યું છે.

જામનગરના સાત નાલા વિસ્તારમાં આવેલા મહાદેવનગર ખાતે રહેતા માયાભાઈ સંધિયા (જાતે ગઢવી) નો જયરાજ નામનો 3 વર્ષ નો બાળક ઘરના ફ્ળીયામાં રમતાં રમતાં પાણીના ટાંકા માં પડી ગયો હતો. અને બેશુદ્ધ બન્યો હતો.જે બાળકને તાત્કાલિક સારવાર માટે જામનગરનીવસરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુ:ખદ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે. બાળકો રમતા હોય ત્યારે પાણીના ટાંકા, કૂવા, ખાડા સહિતના જોખમી સ્થળો પાસે ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

જામજોધપુરના ગીંગાણી ગામે અગમ્ય કારણોસર યુવાને કર્યો આપઘાત
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે એક યુવકે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.નપોલીસમાં જાહેર કરાયેલી માહિતી મુજબ ગીંગણી ગામના રહેવાસી લખનભાઈ સુભાષભાઈ ડઢાણીયા (ઉંમર 30 વર્ષ)એ પોતાની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેની તબિયત લથડતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.નઆ બનાવ અંગે અરવિંદભાઈ વલ્લભભાઈ ડઢાણીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *