એક હથિયાર સાથે અગાઉ પકડાયા બાદ બીજુ ખરીદી ઘરે રાખ્યું હતું
ભીસ્તીવાડ નજીકના સ્લમ ક્વાર્ટરની સામે રહેતા યાકુબ ઇસાભાઈ મોટાણી (ઉ.વ.43)ને એસઓજીએ દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો. અગાઉ પણ ગેરકાયદે હથિયાર સાથે પકાડઈ ચુક્યો છે.
આરોપી યાકુબે પોલીસને પોતે ડ્રાઇવિંગ કરતો હોવાનું જણાવ્યું છે. તેની પાસેથી રિવોલ્વર ઉપરાંત મોબાઈલ ફોન કબજે કરાયો હતો.
રિવોલ્વરની કિંમત રૂૂા. 5 હજાર અને મોબાઈલ ફોનની કિંમત રૂૂા. 30 હજાર ગણવામાં આવી છે. પ્રાથમિક પુછપરછમાં હથિયાર વસાવવા પાછળ પારિવારિક ઝઘડો મૂળ કારણ હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. તેની પહેલી પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેતી હોવાથી તેના પરિવારજનો પોતાની ઉપર હુમલો કરશે તેને તેવી ભીતિ હતી. આ કારણે તેણે આશરે ત્રણ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના વોન્ટેડ રાજા ઉર્ફે રાજા ભૈયા પાસેથી રૂૂ.20 હજારમાં હથિયાર મગાવ્યું હતું. એક હથિયાર અગાઉ પોલીસે કબજે કરી લીધા બાદથી તેણે રિવોલ્વર ઘરમાં સંતાડી રાખી હતી.જેની પોલીસ ખરાઇ કરી રહી છે.
2021ની સાલમાં તેને ક્રાઈમ બ્રાંચે ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો હતો. જેને કારણે તેણે બીજું હથિયાર લઈ છુપાવી રાખ્યું હતું. તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઉપરાંત મારામારીનો ગુનો નોંધાઈ ચુક્યો છે.
