વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 એડિશનની ત્રીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ આમને સામને સામે ટકરાયા ગુજરાત સ્થિત ફ્રેન્ચાઇઝી ટીમ ગુજરાત જાયન્ટ્સ ૂાહ ના શરૂૂઆતના દિવસે ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છ વિકેટથી હારી ગઈ હતી. ત્યારબાદ આજે યુપી વોરિયર્સ સામે આજે મેચમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ મેચમાં આરસીબી સામે હાર્યા બાદ ગુજરાત જાયન્ટ્સ યુપીડબલ્યુ સામેની આ મેચથી પુનરાગમન કરવા જરૂૂર ઈચ્છે છે. જે ગુજરાત જાયન્ટસે કરી બતવ્યું.
ગુજરાત જાયન્ટસે 18 ઓવરમાં 144 રન કરી યુપી વરિયર્સને હરાવ્યું હતું. હર્લીન દેઓલ અને દેયનદ્ર દોટટીને મેચ સંભાળતા ગુજરાત જાયન્ટસને જીત આપવી હતી. દેયનદ્ર 183ની રન રેટ સાથે 2 સિક્સ અને 3 ચોગ્ગા મારી 18 બોલમાં 33 રન કર્યા હતા. તો હર્લીને 113ની સ્ટ્રાઇક રેટથી રમી 4 ચોગ્ગા સાથે 30 બોલમાં 34 રન કરી હતા. તો આશ્ર્લે ગાર્ડનરે 162ની સ્ટ્રાઇક રેટથી રમી 3 છગ્ગા અને 5 ચોગ્ગા 32 બોલમાં 52 રન કર્યા હતા. તો લૌરાએ પણ 91ની સ્ટ્રાઇકરેટથી રમી 1 સિક્સ અને 2 ફોર સાથે 24 બોલમાં 22 રન કરી મેચને આગળ વધારી આઉટ થઈ હતી.
ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. યુપી વોરિયર્સની પ્રથમ ઈનિંગમાં 143 રન કર્યા હતા. 9 વિકેટના નુકશાને 144 રન નો ટાર્ગેટ ગુજરાત જાયન્ટસને આપ્યો છે. દિપ્તી શર્માએ 144 ના સ્ટ્રાઇક રેટ અને 6 ચોગ્ગા સાથે 39 રન કર્યા હતા. તો ઍલાન કિંગ 1 સિક્સ સાથે 14 બોલમાં 19 રન સાથે અણનમ રહી હતી.