દુનિયાનો સૌથી લાંબો 23.6 ફૂટનો જંગલી અજગર મળ્યો ઈન્ડોનેશિયામાં

ઇન્ડાનેશિયાનું સુલાવેસી વિશાળકાય અજગરો માટે જાણીતું છે. અહીં દરેક ઘરની આસપાસ નાના-મોટા અજગરો ફરતા જોવા મળી જાય એ સામાન્ય દૃશ્ય છે. જોકે તાજેતરમાં અહીંથી મળી…

ઇન્ડાનેશિયાનું સુલાવેસી વિશાળકાય અજગરો માટે જાણીતું છે. અહીં દરેક ઘરની આસપાસ નાના-મોટા અજગરો ફરતા જોવા મળી જાય એ સામાન્ય દૃશ્ય છે. જોકે તાજેતરમાં અહીંથી મળી આવેલા એક અજગરે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ અજગરની લંબાઈ 7.22 મીટર એટલે કે 23.6 ફુટની છે. જંગલમાંથી મળી આવેલો આ અજગર રેટિક્યુલેટેડ પાયથન છે જેની લંબાઈએ પાછલા તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.એની મોઢાથી લઈને પૂંછડી સુધીની લંબાઈ 23.6 ફુટની છે.

જંગલ ખાતાના અધિકારીઓએ આ અજગરનું નામ પાડ્યું છે ઇબુ બેરન. એની લંબાઈ એક ફુટબોલ ગોલપોસ્ટથી પણ વધુ છે. ભૂખ્યા પેટે આ અજગરભાઈનું વજન 96.5 કિલો છે અને શિકાર કર્યા પછી એનું વજન પાંચથી 7 કિલો જેટલું વધી જાય છે. આ સાપની લંબાઈ અને વજન માપવા માટે પહેલાં એને બેહાશ કરવામાં આવ્યો હતો. ઍનેસ્થેસિયા આપવાને કારણે એના શરીરની લંબાઈ થોડીક સંકોચાઈ ગઈ હતી. અજગર જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે 7.9 મીટર સુધી લાંબો થઈ શકે એમ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *