વૈશ્ર્વિક વિકટ વેળાએ મોદી અને નેતન્યાહુ ગોષ્ઠી પર દુનિયાની નજર

જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી ન રહેતા હૃદયના જોડાણ બની જાય છે, ત્યારે તેનું પ્રતિબિંબ કંઈક આવું જ હોય છે જેવું આજે જેરૂૂસલેમમાં…

જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી ન રહેતા હૃદયના જોડાણ બની જાય છે, ત્યારે તેનું પ્રતિબિંબ કંઈક આવું જ હોય છે જેવું આજે જેરૂૂસલેમમાં જોવા મળી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ઈઝરાયેલની મુલાકાત પૂર્વે સમગ્ર ઈઝરાયેલ જાણે ભારતીય રંગોમાં રંગાઈ ગયું છે. ઈઝરાયેલની સંસદ ‘નેસેટ’ (Knesset)ં ના સ્તંભો અને દીવાલો જ્યારે ભારતીય તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગથી ઝળહળી ઉઠી, ત્યારે તે દ્રશ્ય માત્ર રોશનીનું નહોતું, પણ બે મહાન લોકશાહી દેશો વચ્ચેના અતૂટ વિશ્વાસનું પ્રતીક હતું.

ઈઝરાયેલની સંસદના સ્પીકર આમિર ઓહાનાએ સોશિયલ મીડિયા પર આ ભવ્ય દ્રશ્યની તસવીરો શેર કરતા લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં આજે નેસેટને ભારતીય ધ્વજના રંગોથી સજાવવામાં આવી છે. અમે એક ખાસ મિત્રના સ્વાગત માટે આતુર છીએ. કોઈપણ દેશના રાષ્ટ્રાધ્યક્ષ માટે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલું આ પ્રકારનું સ્વાગત અત્યંત દુર્લભ અને વિશેષ માનવામાં આવે છે.

મુલાકાતની ગંભીરતા અને ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈઝરાયેલના સૌથી પ્રતિષ્ઠિત અખબાર ’જેરૂૂસલેમ પોસ્ટ’ એ તેના ફ્રન્ટ પેજ પર આખું પેજ પીએમ મોદીને સમર્પિત કર્યું છે. આ પેજ પર મોટા અક્ષરે નમસ્તે મોદી શીર્ષક સાથે વિશેષ લેખ છાપવામાં આવ્યો છે. નવ વર્ષના લાંબા ગાળા બાદ મોદીની આ બીજી ઈઝરાયેલ યાત્રા છે, જેણે સ્થાનિક લોકો અને ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ભારે ઉત્તેજના જગાવી છે.
પીએમ મોદીના કાર્યક્રમમાં ઇઝરાયલી સંસદને સંબોધન, તેમના ઇઝરાયલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે વ્યાપક વાટાઘાટો અને રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાતનો સમાવેશ થાય છે. ગુરુવારે બંને વડા પ્રધાનો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન વ્યાપક સંરક્ષણ અને સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવાનો મુખ્ય વિષય ચર્ચાનો વિષય રહેશે. નેતન્યાહૂ બુધવારે રાત્રે મોદી માટે ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *