વિશ્ર્વ વિજેતા ટીમ ઈન્ડિયાને 27.50 કરોડનો જેકપોટ

ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં 96 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. ટાઇટલ મેચ પછી વિજેતા ભારત અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ પર…

ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં 96 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો.
ટાઇટલ મેચ પછી વિજેતા ભારત અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ પર ઇનામોનો વરસાદ કરવામાં આવ્યો હતો. T20 વર્લ્ડ કપ 2026 જીતનાર ભારતીય ટીમને 3 મિલિયન ડોલર (આશરે ₹27.50 કરોડ) મળ્યા, જ્યારે રનર્સ અપ ટીમને 1.6 મિલિયન ડોલર (આશરે ₹14.67 કરોડ) મળ્યા હતા.

સેમિફાઇનલમાં હારેલી ટીમ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને 0.79 મિલિયન ડોલર (આશરે ₹7.24 કરોડ) મળ્યા. પાંચમાથી 12મા ક્રમે રહેલી ટીમોને 0.38 મિલિયન ડોલર (આશરે ₹3.48 કરોડ) અને 13માથી 20મા ક્રમે રહેલી ટીમોને 0.25 મિલિયન ડોલર (આશરે ₹2.29 કરોડ) મળ્યા હતા.

આ વખતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ કુલ 13.5 મિલિયન ડોલર (આશરે 123.77 કરોડ રૂૂપિયા) નું પ્રાઈઝ પુલ રાખ્યું છે જે 2024 T20 વર્લ્ડ કપ કરતા લગભગ 20 ટકા વધુ છે. પાછલા વર્લ્ડ કપમાં કુલ 11.25 મિલિયન ડોલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિજેતા ભારતીય ટીમને 2.45 મિલિયન ડોલર અને હારેલી ટીમ દક્ષિણ આફ્રિકાને 1.28 મિલિયન ડોલર મળ્યા હતા.

T20 વર્લ્ડ કપ 2026 માટે ઇનામી રકમ
ભારત (વિજેતા): આશરે ₹27.50 કરોડ
ન્યૂઝીલેન્ડ (રનર્સ-અપ): આશરે ₹1 .67 કરોડ
સેમિફાઇનલમાં હારેલી ટીમો: આશરે ₹7.2 કરોડ
પાંચમાથી 12મા ક્રમે રહેલી ટીમો: આશરે ₹3. 8 કરોડ
13માથી 20મા ક્રમે રહેલી ટીમો: આશરે ₹2.29 કરોડ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *