જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ રૂૂપિયા 6 કરોડ 14 લાખના વિવિધ ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકના ધીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા હાજર રહ્યા હતા.ટુ ડીઝાઈન મેન્યુફેકચર સપ્લાઈ એન્ડ ડીલેવરી ઓફ વોટર રેસ્ક્યુ બોટ એન્ડ વેરીઅસ ટાઈપ્સ ઓફ ઈકયુમેન્ટસ એઝ પર જેએમસી ટેકનીકલ સ્પેશીફીકેશન ફોર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંગે કમિશ્નર ની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
સને 2026 માટે ભાડા થી બેકહો લોડર, ડમ્પર, એકસકેવેટર (હીતાચી) તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે રૂૂા. 34.14 લાખ , પાઈલોટ બંગલા થી દિગ્જામ સર્કલ સુધી સેન્ટ્રલ લાઈટીંગ વર્ક અંગે રૂૂા. 12.70 લાખ , જામનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આવેલ તમામ પ્રકારની સ્ટ્રીટ લાઈટો તથા જુદી-જુદી ઓફીસ પ્રિમાઈસીસ, કમ્પાઉન્ડ વિગેરે સ્થળોએ આવેલ તમામ સ્ટ્રીટ લાઈટો તથા હાઈમાસ્ટ ટાવર, સીસીએમએસ પેનલ તથા ક્ધટ્રોલ પેનલ સ્વિચીંગ ઓન/ઓફ, નાઈટ પેટ્રોલીંગ સાથે કોમ્પ્રીહેન્સીવ નિભાવ અને મરામત માટે પાંચ વર્ષના કામની દરખાસ્ત અને પાંચ વર્ષ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર અને પ્રથમ વર્ષનું ખર્ચ રૂૂા. 5.58 કરોડ મંજૂર કરાયું હતું.
જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તકના મલેરિયા વિભાગની વિવિધ કામગીરી સબબ આઉટ સોર્સીંગ એજન્સી મારફત ટાટા એસ ગોલ્ડ વાહન બે સપ્લાય કરવાના કામ માટે રૂૂા. 9.23 લાખ ,ના ખર્ચ ને મંજૂર રાખવામાં આવી હતી. આમ આજની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં કુલ રૂૂા. 6 કરોડ 14 લાખના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.
