મોરલાવાળી છત્રીયું ને માથે ભગવા ભેખ: તરણેતરના મેળામાં, ઝાલાવાડનો દેખ!

ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્ર પરિધાન અને ધાર્મિક આસ્થાનું પ્રતિક ગણાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સોમવારથી થાનગઢ તાલુકામાં આવેલા પૌરાણિક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં…

ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્ર પરિધાન અને ધાર્મિક આસ્થાનું પ્રતિક ગણાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સોમવારથી થાનગઢ તાલુકામાં આવેલા પૌરાણિક ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં ધામધૂમપૂર્વક શરૂૂ થઈ રહ્યો છે. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ત્રણ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય લોકમેળામાં સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત તેમજ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.

મેળાની શાસ્ત્રોક્ત અને પરંપરાગત શરૂૂઆત સોમવારે સવારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના શિખર પર 52 ગજની ધ્વજારોહણ કરીને કરવામાં આવશે. મહાભારતકાળ સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા મુજબ, આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં અર્જુને કુંડમાં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનો સ્વયંવર જીત્યો હતો. આ પૌરાણિક કથાને કારણે જ પ્રાચીન સમયથી જ તરણેતરનો મેળો યૌવન, સંયમ અને સગાઈના મેળા તરીકે પણ ઓળખાતો આવ્યો છે.
મેળા દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક રમતગમતોને પ્રોત્સાહન આપતો ’ગ્રામીણ રમોત્સવ’, ઉત્તમ ઓલાદના પશુઓના પ્રદર્શન માટેનો ’રાજ્યસ્તરીય પશુમેળો’ અને રાત્રિ દરમિયાન પ્રખ્યાત લોકકલાકારો દ્વારા પિરસાતો ’લોકસાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ’ મુખ્ય આકર્ષણ રહેશે. પ્રવાસીઓને રોકાણ માટે મેળાના મેદાન નજીક આધુનિક સુવિધાઓથી સજ્જ ટેન્ટ સિટી પણ ઊભી કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર મેળાવડા ક્ષેત્રમાં સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ પ્લાન તૈયાર કરાયો છે. આ ઉપરાંત ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ચોટીલા, થાનગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા શહેરોમાંથી વધારાની વિશેષ બસો દોડાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળા માટે પોલીસ તંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ મેળો 14 સપ્ટેમ્બરથી શરૂૂ થશે, જેમાં આશરે 2500 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે તરણેતરની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે તરણેતર મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. મેળાની સુરક્ષા માટે 11 ડીવાયએસપી, 33 પીઆઈ અને 100 પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે. આ ઉપરાંત, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *