વગડ ચોકડી પાસે નિર્માણાધિન બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક ગોવર્ધન ચોક પાસે રહેતા અને મવડી પાળ રોડ પર વગડ ચોકડી પાસે નવા બની રહેલા ધ ફોર્ટીન નામના…

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક ગોવર્ધન ચોક પાસે રહેતા અને મવડી પાળ રોડ પર વગડ ચોકડી પાસે નવા બની રહેલા ધ ફોર્ટીન નામના બિલ્ડીંગના ચોથા માળેથી કલર કામ કરતી વેળાએ નીચે ફટકાતા 19 વર્ષના યુવાનના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં તાલુકા પોલીસ ના સ્ટાફે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી અને બિલ્ડરનું નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,ગોવર્ધન ચોક પાસે ખોડીયાર નગરમાં રહેતા સુરજ તિલકસિંહ પાલ નામના 19 વર્ષના યુવાન છેલ્લા બે વર્ષથી ઉત્તર પ્રદેશથી રાજકોટ આવી અને મવડી પાળ રોડ પર વગડ ચોકડી પાસે નિલેશ મહેતાની સાઇટ ધ ફોર્ટીન નામના બિલ્ડીંગમાં કલર કામ કરતો હતો ત્યારે અચાનક બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટકાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

સુરજ એક બહેનનો એકનો એક ભાઈ હતો અને પોતાના વતન માં રહેતા છોકરાઓ સાથે અહીં રાજકોટ આવી મજૂરી કામ કરતો હતો.આ ઘટનાની જાણ વતનમાં રહેતા તેમના માતા પિતાને કરવામાં આવી છે.આ અંગે તાલુકા પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ શરૂૂ કરી છે અને કોન્ટ્રાકટર નિલેશ મહેતાનું નિવેદન લેવા તેમજ આ બિલ્ડીંગમાં સેફટી જાળી લગાવવામાં આવી હતી કે કેમ?એ અંગે પણ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *