80 ફૂટ રોડ પર કારખાનામાં શ્રમિકનો ફાંસો ખાઇ આપઘાત

શહેરના 80 ફૂટ રોડ પર આવેલા કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…

શહેરના 80 ફૂટ રોડ પર આવેલા કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ પર ભાગ્યલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનામાં કામ કરતા જયપ્રકાશ જયકિશોર ઠાકરો (ઉ.વ.21)નામના શ્રમિક યુવાને ગઇકાલે રાત્રે પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકના એએસઆઇ નિલેશભાઇ ડામોર સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક જયપ્રકાશ બેભાઇમાં નાનો અને મુળ બિહારનો વતની હોવાનુ જાણવા મળ્યું છેે.
પોલીસે આપઘાતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *