ચોટીલાના મેવાસામાં બ્રિજના ભૂમિપૂજન બાદ કામ બંધ!

ચૂંટણી પહેલા ધારાસભ્યએ ભૂમિપૂજન કરી નાખ્યુ પણ ત્રણ મહિના પછી પણ કામ શરૂ થયુ નહીં શું ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા અને નેતાઓના નામના પાટિયા લગાવવા…

ચૂંટણી પહેલા ધારાસભ્યએ ભૂમિપૂજન કરી નાખ્યુ પણ ત્રણ મહિના પછી પણ કામ શરૂ થયુ નહીં

શું ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા અને નેતાઓના નામના પાટિયા લગાવવા પૂરતું જ સીમિત છે? આ સવાલ અત્યારે ચોટીલાના મેવાસા અને ઝુપડા ગામના લોકો પૂછી રહ્યા છે. વાત છે મેવાસા ઝુપડા રોડ પર બનનારા મેજર બ્રિજની. આ બ્રિજ માટે રૂૂ. 4 કરોડ 34 લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી.

પંચાયતોની ચૂંટણી પહેલા તારીખ 15 માર્ચ 2026ના રોજ ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે આ બ્રિજનું ધામધૂમથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે, 3 મહિનાનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સાઈટ પર હજુ સુધી એક ઈંટ પણ મુકાઈ નથી.

કામ તો દૂર, ત્યાં સાધનો કે મજૂરોનું પણ નામનિશાન જોવા મળતું નથી. સ્થાનિકોને હવે આશંકા સતાવી રહી છે કે શું આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહેશે કે ખરેખર ક્યારેય આકાર લેશે?

ચોટીલા તાલુકાના મેવાસા ઝુપડા રોડ પર પ્રજાની સુવિધા માટે મેજર બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂૂ. 4,34,00,000 જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.

ગત તારીખ 15 માર્ચ 2026ના રોજ સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં આ કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, ખાતમુહૂર્તને 3 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી બ્રિજ નિર્માણની કામગીરી જમીની સ્તરે શરૂૂ કરવામાં આવી નથી. કામમાં થઈ રહેલા આ વિલંબને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકો હવે વહીવટીતંત્ર અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કામગીરી શરૂૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને બ્રિજનું કામ ક્યારે ગતિ પકડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *