રાજકોટ કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સ્પેશિયલ પ્રોજેકટ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા અગત્યના પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી ઘંટેશ્વર પરાપીપળીયા એઈમ્સ જવાના રસ્તે લોકોને અગવડતા ન પડે તે માટે સરકારશ્રી દ્વારા રૂૂ.40.00 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું, તેની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર અને પડધરી બાજુથી આવતા લોકો ફાટકના કારણે ઘણી બધી મુશ્કેલી પડી રહી હતી ત્યારે હાલ ટેન્ડર ની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી 17/03 ટેન્ડર ખુલશે અને ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં અને વર્ક ઓર્ડર આપ્યા બાદ 18 મહિનામાં આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
