રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલના મહિલા દર્દીઓના કેટલાક વીડિયો વાયરલ થયા બાદ આ મામલે સમગ્ર ગુજરાતભરમાં ભારે ચર્ચા જાગી છે ત્યારે આ ઘટનાને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા પાયલ મેટરનીટી હોસ્પિટલ ખાતે જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના મહિલા સભ્યોએ આ ઘટના અંગે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાઓને લઈને સરકાર સામે ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતાં.
મહિલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ પાયલ મેટરનીટી હોસ્પિટલમાં અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હોસ્પિટલ ખાતે હાજર પોલીસે મહિલા કોંગ્રેસ અગ્રણીઓને અંદર જતાં રોક્યા હતાં. પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઉગ્ર માહોલ સર્જાયા બાદ પોલીસે કેટલાક મહિલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. (તસ્વીર : મુકેશ રાઠોડ)
