ગોંડલમાં યુવાનના હત્યારાના રિક્ધટ્રક્શન સમયે મહિલાઓનો હોબાળો, ફાંસીની સજાની માંગણી

બન્ને આરોપીને માર મારવા લોકો ધસી આવ્યા, પોલીસે મહામહેનતે અટકાવ્યા ગોંડલનાં ભગવતપરામાં નિલેશ શેખ નામના યુવક ની બે શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરી…

બન્ને આરોપીને માર મારવા લોકો ધસી આવ્યા, પોલીસે મહામહેનતે અટકાવ્યા

ગોંડલનાં ભગવતપરામાં નિલેશ શેખ નામના યુવક ની બે શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરાઇ હતી. ગત બુધવાર રાત્રે 3 કલાકે ઘરમાં સુતેલા નિલેશભાઈ જેન્તીભાઇ શેખ નામનાં પ્રોઢ ઉપર છરી,પાઇપ,ધોકા વડે વિશાલ બાવળીયા અને વસીમ નામનાં શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતું. બનાવનાં પગલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ જી.એસ. ગઢવી એ ગણતરીની કલાકોમાં બન્ને હત્યારાઓ ને જડપી લીધા હતા.

દરમ્યાન પોલીસ દ્વારા બન્ને આરોપીઓ ને ભગવતપરા બનાવના સ્થળે રિકંટ્રકશન માટે લઇ જવાયા હતા ત્યારે લોકો એકઠા થઈ ગયા હતા.મહીલાઓ એ હલ્લાબોલ મચાવી હત્યારાઓને ફાંસીની સજા આપવા અને જાહેરમાં પાઠ ભણાવવા પોકાર કર્યા હતાં. ભોગબનનાર નિલેશભાઈ નાં પરીવાર ની મહીલાઓ બન્ને આરોપીઓ ને માર મારવા ધસી જતા પોલીસે મહામહેનતે તેમને અટકાવ્યા હતા.હત્યારાઓ અમને સોંપી દ્યો ની બુમો પાડી મહીલાઓ બેકાબુ બનતા અને પોલીસ ને આરોપીઓ ઉપર જોખમ લાગતા તુરંત બન્ને આરોપીઓ ને લઈ ને રવાના થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *