પરસોત્તમ માસ હોવાથી ત્રંબા સ્નાન કરવા જતાં મહિલાઓને નડ્યો અકસ્માત : 6ને ઈજા

કાળીપાટ નજીક રિક્ષા પલટી ગઈ : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા પવિત્ર પરસોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં રહેતાં મહિલાઓ ત્રંબા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે…

કાળીપાટ નજીક રિક્ષા પલટી ગઈ : ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

પવિત્ર પરસોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં રહેતાં મહિલાઓ ત્રંબા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા હતાં ત્યારે રસ્તામાં કાળીપાટ નજીક રીક્ષા પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં છ જેટલી મહિલાઓને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા મહિલાઓ રીક્ષામાં બેસી ત્રંબા સ્નાન કરવા માટે જઈ રહ્યા હતાં ત્યારે ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ નજીક પહોંચતાં રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રીક્ષા પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર રંજનબેન ચુડાસમાં, મંજુબેન બાબુભાઈ સાંગાણી, રમાબેન શામજીભાઈ, અસ્મિતાબેન વાઘેલા, ભાવનાબેન અને સવિતાબેનને ઈજા પહોંચતાં તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *