રાજકોટ એસ.ટી. દ્વારા પાંચ નવીન વોલ્વો બસ શરૂ કરાઇ

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એ.સી. બસ સેવાના રૂૂટ…

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એ.સી. બસ સેવાના રૂૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂૂપે રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 05 નવીન વોલ્વો બસ ફાળવવામાં આવી છે, જેમાંથી 02 વાહન રાજકોટ બરોડા રૂૂટ પર અને 03 વાહન રાજકોટ ભુજ રૂૂટ પર દોડાવવામાં આવશે.

આ નવીન વોલ્વો બસનો મેયર નેહલભાઈ શુકલના હસ્તે આ બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેયર નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના કુશળ માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં કલ્પનાતીત સુધારાઓ થઈ રહ્યા છે. નવી બસોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મુસાફરોને અત્યંત આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે.

મેયરએ વધુમાં ઉમેર્યું હતું કે, ખાનગી ટ્રાવેલ્સની સરખામણીએ જઝ બસની સુવિધા ઘણી જ સસ્તી અને સુવિધાજનક છે. રાજકોટમાં હાલ પાંચ નવી વોલ્વો બસો કાર્યરત કરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ બસોનો કાફલો જોડાય તેવી શક્યતા છે.

આ નવી શરૂૂ થનારી બસ પૈકી રાજકોટ-બરોડા રૂૂટ પર દરરોજ બે બસ દોડશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે 08 કલાકે ઉપડી બપોરે 02 કલાકે બરોડા પહોંચશે અને બીજી બસ રાજકોટથી સવારે 11 કલાકે ઉપડી સાંજે 05 કલાકે બરોડા પહોંચશે, જેનું ભાડું રૂૂપિયા 803/- નિયત કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ-ભુજ રૂૂટ પર દરરોજ ત્રણ બસનું સંચાલન કરાશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે 06:15 કલાકે ઉપડી 11:45 કલાકે, બીજી બસ સવારે 11:30 કલાકે ઉપડી સાંજે 05 કલાકે અને ત્રીજી બસ સાંજે 04 કલાકે ઉપડી રાત્રે 09:30 કલાકે ભુજ પહોંચશે, જે તમામ બસનું ભાડું રૂૂપિયા 715 રાખવામાં આવ્યું છે. એસ.ટી. નિગમ દ્વારા આગામી ટૂંક સમયમાં રાજકોટ વિભાગને વધુ 06 નવી એસી બસો ફાળવવામાં આવનાર છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી-જામનગર અને દાહોદ રૂૂટ પર શરૂૂ કરાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *