મોરબીમાં 50નું 40 હજાર વ્યાજ ચૂકવ્યું છતાં મહિલાને ધમકી

મોરબીના સિંધી વેપારીએ મહિલા આરોપી પાસેથી રૂૂ 50 હજાર વ્યાજે લીધા હતા જેનું રૂૂ 40,000 વ્યાજ ચુકવ્યું હતું અને મૂળ રકમ પણ ચૂકવી દીધા છતાં…

મોરબીના સિંધી વેપારીએ મહિલા આરોપી પાસેથી રૂૂ 50 હજાર વ્યાજે લીધા હતા જેનું રૂૂ 40,000 વ્યાજ ચુકવ્યું હતું અને મૂળ રકમ પણ ચૂકવી દીધા છતાં વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી કરી વ્યાજ ના આપે તો ભાડાની દુકાને જઈને ફરિયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

મોરબીના નાની વાવડી ધર્મનગર સોસાયટીમાં રહેતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી (ઉ.વ.27) વાળાએ આરોપી જયાબેન ખીમજીભાઈ મોરાડીયા રહે નજરબાગ મફતિયાપરા ભડિયાદ તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વિવેકભાઈએ જયાબેન પાસેથી રૂૂ 50,000 21 ઓગસ્ટ 2025 ના રોજ વ્યાજે લીધા હતા અને અલગ અલગ તારીખે રોકડેથી કુલ રૂૂ 40,000 વ્યાજ ચૂકવી આપ્યું છે અને મૂળ રકમ ગૂગલ પેથી ચૂકવી આપ્યું છે.આમ છતાં 21 ઓગસ્ટ 2025 થી આજદિન સુધી મહિલા આરોપીએ વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી કરી વ્યાજ ના આપે તો ફરિયાદીની ભાડાની દુકાન કેપિટલ માર્કેટમાં જઈને ફરિયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *