મોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇ

મહિલાનાં પરિવાર દ્વારા 181 માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય છે અમારી દિકરીને રસ્તામાં…

મહિલાનાં પરિવાર દ્વારા 181 માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય છે અમારી દિકરીને રસ્તામાં અમે પકડીને રાખી છે અમારી દિકરી કોઈનું કાઈ પણ માનતી નથી અને રસ્તામાં આમતેમ દોડાદોડી કરે છે અને મોટા મોટા અવાજે બોલ બોલ કરે છે અને આપઘાત કરવા જાય છે માટે દિકરીની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂૂર છે.જેના પગલે ફરજ પરના 181 કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને તેમના પરિવારના સભ્યોએ સુરક્ષિત રીતે પકડી ને રાખેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવેલ તેમજ 181 ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવેક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહિલા તેમના બહેન, ભાઈ, અને માતા પિતા સહિતના પરિવાર સાથે રહે છે તેમના માતા પિતા મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે મહિલાના માતા પિતા મજુરી કામે ગયેલા હોય અને બંને બહેનો ઘરે એકલા હોય બંને બહેનો વચ્ચે ઘરકામ બાબતે ઝઘડો થયેલ હોવાથી મહિલાને લાગી આવતા ઘરેથી નીકળી ગયાં હતાં વધુમાં મહિલા એ જણાવ્યું હતું કે ઘરમાં બધા જ સભ્યો મારી સાથે અયોગ્ય વર્તન કરે છે અને નાની નાની વાતે માનસિક રીતે ત્રાસ આપે છે અને અપશબ્દો બોલે છે વધુમાં જણાવ્યું કે મારી નાની બહેનને ઘરના બધી વસ્તુઓ લઈ આપે છે અને મને વસ્તુઓ લઈ આપતા નથી મને મોબાઈલ પણ વાપરવા આપતા નથી અને ઘરના બધા સભ્યો મને ગાંડી ગાંડી કહે છે માટે આવા અનેક પ્રકારના પ્રશ્ર્નો થીં કંટાળીને હું કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી આપઘાત કરવા નીકળી ગયી છું મહિલા વારંવાર એક જ શબ્દ બોલતા હોય મારે મરી જવું,મારે મરી જવું મને મરવા દો મને મરવા દો.

ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં રાખીને 181 ટીમે તેમના પરિવારનું કાઉન્સેલીગ કયું પરિવાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મહિલાને છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારી હોય અને તેમની દવા પણ ચાલુ હોય છેલ્લા ત્રણ મહિનાથી મહિલા દવા પીતાં ન હોય તેથી બંને બહેનો વચ્ચે નાની વાતે ઝઘડો થયો હતો નાની બહેને ઉંચા અવાજે મહિલા સાથે વાતચીત કરતા મહિલા ને લાગી આવતા પરિવાર ની જાણ બહાર ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલ.ત્યારબાદ મહિલાનાં ઘરે ગયેલ અને મહિલા ની હોસ્પિટલ ની ફાઈલો છેક કરેલ અને તેમના પરિવાર ને મહિલા સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ મહિલા ને સમયસર સારવાર કરાવવા તેમજ મહિલા ને સમયસર દવા આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.

તેમજ સલાહ સુચન અને માગેદશેન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ. આમ મહિલા ને તેમના પરિવાર જનોને સહી સલામત તેમના ઘરે સોંપવામાં આવેલ હોય.તેમના પરિવાર જનોને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *