દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગની સેરેમોનિયલ પરેડ, 20 ઈવેન્ટ યોજાઈ

શિસ્ત, શારીરિક ક્ષમતા, ટીમ વર્ક તથા કુશળતામાં વધારા હેતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વિભાગની વાર્ષિક સેરેમોનિયલ…

શિસ્ત, શારીરિક ક્ષમતા, ટીમ વર્ક તથા કુશળતામાં વધારા હેતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વિભાગની વાર્ષિક સેરેમોનિયલ પરેડ યોજવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ 20 અલગ અલગ ઈવેન્ટ્સનું રેન્જ આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરેડના કમાન્ડર એસ.પી. જયરાજસિંહ વાળા તથા જુદી જુદી સાત પ્લાટુનના કમાન્ડર તરીકે હાજર પ્રતિભા, સાગર રાઠોડ, વી.પી.માનસેતા, એમ.વી.રૂૂદલાલ, એસ.એસ.પટેલ, પી.સી. પરમાર સહિતના ડીવાય.એસ.પી. ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એલસીબી પીઆઈ બી.જે. સરવૈયા, એસઓજી પીઆઈ કે.કે.ગોહિલ તેમજ વી.એ.રાણા, પી.સી.સીગરખીયા, બી.એમ.દેવમુરારી, આર.આર.ઝરૂૂ, કે.એલ.પટેલ, આકાશ બારસીયા, યુ.કે.જાદવ, એ.એચ.હરસોડા સહિતના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. સેરેમોનિયલ પરેડની સાથે સાથે ડોગ ઈવેન્ટમાં ઓબ્સ્ટેકલ જમ્પીંગ તથા સ્નીફીંગ સ્કીલ, હોર્સ રાઈડીંગ, ટેન્ટ પેગીગ, બાર જમ્પીંગ, સ્કવોડ ડ્રીલ, ખાલી હાથ પીટી, યોગાસન, હથિયાર ટ્રેનીંગ, લાઠી ડ્રીલ, કરાટે, એન્ટી ટેરરીસ્ટ ચેકપોસ્ટ, મોલ ક્ધટ્રોલ ડ્રીલ સહિતની 20 ઈવેન્ટ્સ પણ યોજવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *