જામનગરના વિજરખી ડેમમાં મહિલાએ ઝંપલાવ્યું: સ્થાનિકો દ્વારા બચાવાઇ

108ની ટીમે તુરત જ સ્થળ પર સારવાર કરી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડી જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની 35 વર્ષની ભરવાડ જ્ઞાતિની મહિલા…

108ની ટીમે તુરત જ સ્થળ પર સારવાર કરી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડી

જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની 35 વર્ષની ભરવાડ જ્ઞાતિની મહિલા કે જે ગઈકાલે કોઈ કારણસર અકસ્માતે વિજરખી ડેમમાં પડી ગઈ હતી. જે અંગે સ્થાનિકોને જાણ થતાં તુરતજ કેટલાક યુવાનોએ પાણીમાં ઝંપલાવી દીધું હતું, અને તેણીને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધી હતી.

થોડો સમય માટે તેણી બેશુદ્ધ બની હતી, અને ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી, જેથી ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને 108 ની એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી. જે ટુકડી પણ ઘટના સ્થળે આવી ગઈ હતી, અને સોનલબેન ને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેણીને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ આજે સવારે તેની તબિયત સુધારા પર આવી ગઈ હોવાથી રજા આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *