ધો.12 સાયન્સ પ્રવાહની ફી જાહેર નિયમિત વિદ્યાર્થીના રૂા.950 લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2027માં લેવાનારી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાને લઈને પરીક્ષા ફીનું પત્રક જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2027માં લેવાનારી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાને લઈને પરીક્ષા ફીનું પત્રક જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ, રિપીટર વિદ્યાર્થીઓ અને પૃથક ઉમેદવારો માટે અલગ-અલગ પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે.
જાહેર કરાયેલા ફી પત્રક મુજબ નિયમિત વિદ્યાર્થી માટે પરીક્ષા ફી રૂૂ.950 રાખવામાં આવી છે. જ્યારે નિયમિત રિપીટર વિદ્યાર્થી માટે એક વિષયની પરીક્ષા આપવા રૂૂ.230, બે વિષય માટે રૂૂ.360 અને ત્રણ વિષય માટે રૂૂ.430 ફી નક્કી કરવામાં આવી છે. ત્રણ કરતાં વધુ વિષયમાં પરીક્ષા આપનાર નિયમિત રિપીટર વિદ્યાર્થીએ રૂૂ.950 ફી ચૂકવવાની રહેશે.

બીજી તરફ પૃથક ઉમેદવારો માટે પણ વિષયની સંખ્યા પ્રમાણે ફી નક્કી કરવામાં આવી છે. એક વિષય માટે રૂૂ.230, બે વિષય માટે રૂૂ.360 અને ત્રણ વિષય માટે રૂૂ.430 પરીક્ષા ફી રાખવામાં આવી છે. આ ઉપરાંત પ્રાયોગિક વિષય ધરાવતા વિદ્યાર્થીઓએ દર્શાવેલી પરીક્ષા ફી ઉપરાંત પ્રાયોગિક વિષયદીઠ રૂૂ.135 અલગથી ચૂકવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *