પારડીમાં જીવલેણ હુમલામાં ઘવાયેલી મહિલાએ દમ તોડ્યો: બનાવ હત્યામાં પલટાયો

રાજકોટમાં રહેતા મહિલા પારડી ગામે આંટો મારવા જતા પારિવારિક સંબંધ ધરાવતા પિતા-પુત્રએ છરીના 10થી 12 ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો’તો રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં…

રાજકોટમાં રહેતા મહિલા પારડી ગામે આંટો મારવા જતા પારિવારિક સંબંધ ધરાવતા પિતા-પુત્રએ છરીના 10થી 12 ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો’તો

રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી પરિણીતા પારડી ગામ પાસે શિતળા માતાજીના મંદિર નજીક હતી ત્યારે પારીવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. પિતા-પુત્રએ છરીના દસથી બાર ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી ઝુબેદાબેન અયુબભાઈ ગુડદી નામની 35 વર્ષની પરિણીતા ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં પારડી ગામે આવેલા શિતળા માતાજીના મંદિર પાસે હતી ત્યારે પ્રવિણ ઉર્ફે પબલો અને તેના પુત્રએ ઝઘડો કરી ઝુબેદાબેન ઉપર છરી વડે હુમલો કરી દસ થી બાર જેટલા ઘા ઝીંકી દીધા હતાં. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં હુમલામાં મૃતક ઝુબેદાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઝુબેદાબેનના પતિ અયુબભાઈ હાલ વતનમાં ગયા હતા. મૃતક ઝુબેદાબેન અને હુમલાખોર પ્રવિણ ઉર્ફે પબલો અગાઉ પારડી ગામે બાજુ બાજુમાં રહેતાં હતાં અને બન્ને વચ્ચે પારીવારિક સંબંધો હતાં. ગત તા.12ના રોજ ઝુબેદાબેન પારડી ગામે હતાં ત્યારે પ્રવિણ ઉર્ફે પબલો અને તેના પુત્રએ છરી વડે હુમલો કરી ખુની ખેલ ખેલ્યો હતો. પોલીસે હુમલાખોર પિતા-પુત્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *