ધ્રાંગધ્રા નજીક એસ.ટી. બસમાં મહિલાનું બેભાન હાલતમાં મોત, લૂ લાગી ગયાની શંકા

ધ્રાંગધ્રા નજીક ધંધુકા-ભુજ રૂૂટની એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા 60 વર્ષીય કૈલાશબેન આચાર્યનું અચાનક મોત નીપજ્યું હતું. પ્રાથમિક તારણ મુજબ, તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને…

ધ્રાંગધ્રા નજીક ધંધુકા-ભુજ રૂૂટની એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા 60 વર્ષીય કૈલાશબેન આચાર્યનું અચાનક મોત નીપજ્યું હતું. પ્રાથમિક તારણ મુજબ, તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાની આશંકા છે. મળતી માહિતી અનુસાર, ધંધુકાથી ભુજ જતી GJ 18 ZT 0281નંબરની એસ.ટી. બસમાં કૈલાશબેન આચાર્ય ધંધુકાથી બેઠા હતા. ધ્રાંગધ્રા નજીક પહોંચતા જ તેમની તબિયત અચાનક લથડી હતી.
બસના કંડક્ટરે તાત્કાલિક ધ્રાંગધ્રા એસ.ટી. વિભાગને જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. બસ ડેપો પહોંચતા જ મહિલાને ધ્રાંગધ્રાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ મહિલાનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ આપ્યું હતું. આ ઘટના અંગે મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ધોમધખતા તાપને કારણે લુ લાગી ગયાની શંકા સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *