મહિલા જન્મથી જ માનસિક બીમારીથી પીડિત પરિવારમાં શોકનો માહોલ
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અકાળ મોત નં. 20/2026 (BNSS કલમ 194) હેઠળ નોંધાયેલા બનાવ મુજબ, તા. 31 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે અંદાજે પાંચથી છ વાગ્યાની વચ્ચે સાવરકુંડલા તાલુકામાં વિનુભાઈ ગોવિંદભાઈ બુહાની વાડીના શેઢા પાસે એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે સાવરકુંડલાના જૂના ખોડી ગામ જવાના રસ્તે આવેલા વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ નાનજીભાઈ જીજંવાડીયાએ પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક હર્ષાબેન નાનજીભાઈ જીજંવાડીયા (ઉ.વ. 40) જન્મથી જ માનસિક બીમારીથી પીડિત હતા.
વહેલી સવારે કુદરતી હાજતે ગયા દરમિયાન વિનુભાઈ ગોવિંદભાઈ બુહાની વાડીના શેઢા પાસે લગાવવામાં આવેલા ઝટકા મશીનના તાર ગળાના ભાગે વીંટળાઈ જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશને BNSS કલમ 194 હેઠળ અકાળ મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. પ્રાથમિક કાર્યવાહી અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) પ્રવિણભાઈ કેશવભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર બનાવની વધુ તપાસ અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) જયસુખભાઈ લખમણભાઈ મકવાણા, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
