વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોત

વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…

વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં દમ તોડી દીધો હતો.બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં માલવીયાનગર પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃત્યુ પામનાર કલ્પનાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ ભાવેશભાઇ કારખાનામાં કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.

બીજા બનાવમાં જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુર-1માં રહેતાં મગનભાઇ જકશીભાઇ આકરીયા (ઉ.વ.55) સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર મગનભાઈ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. પોતે ટ્રેક્ટરના ફેરા કરતાં હતાં. પેરેલીસીસનો એટેક આવી જતાં બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. ત્રીજા બનાવમાં સામા કાંઠે રાજારામ સોસાયટી-પમાં રહેતાં શાંતુબેન બચુભાઇ કુગશીયા (ઉ.વ.63) ઘરે બેભાન થઈ ગયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. થોરાળા પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ દિકરા છે. પતિ બચુભાઇ નિવૃત જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *