અમદાવાદના આત્રેય ઓર્ચિડમાં ભયાનક દુર્ઘટના, 27 લોકોને બચાવાયા, પાંચમા માળેથી કૂદેલી મહિલાને લોકોએ ગાદલા નાખી બચાવી પણ હોસ્પિટલમાં દમ તોડ્યો
અમદાવાદમા ફરી એક વખત રહેણાંક બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી. શહેરનાં ઇન્દિરા બ્રિજ પાસે આવેલ આત્રેય ઓર્ચિડ નામના રહેણાંક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતા ફાયરબ્રિગેડે 27 જેટલા લોકોને બચાવ્યા હતા જયારે એક મહિલા જીવ બચાવવા પાંચમા માળેથી કુદી પડી હતી. જો કે , સોસાયટીનાં લોકોએ તેમને નીચે ગાદલા નાખીને બચાવી લીધી હતી.પરંતુ વનીતાબેન રામચંદાણી નામની 52 વર્ષની મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે મૃત્યુ નિપજ્યું હતું. આ બચાવકાર્ય દરમિયાન પાંચ લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઇન્દીરા બ્રિજ વિસ્તારમાં આવેલ આત્રેય ઓર્ચિડમાં આગ લાગી ત્યારે મકાનમાં બે બાળકો હાજર હતા. ચોથા માળે લાગેલી આગ પાંચમાં સુધી ફેલાઈ હતી. જેના કારણે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિંક પ્લેટફોર્મ અને અન્ય વ્હીકલની મદદી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 25થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં પાંચમા માળેથી જીવ બચાવવા કુદેલી મહિલાને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
ફ્લેટના અઈમાં આગ લાગ્યા બાદ આખો ફ્લેટ આગની ચપેટમાં આવી ગયો હતો. અને આગે વિકરાળ સ્વરૂૂપ ધાણ કરી લેતા ફાયર બ્રિગેડની 10 ગાડી એને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી . આગમાં ઘાયલ થયેલા 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા કુદી પડેલા રહીવાસીઓને લોકોએ નીચે ગાદલા નાખીને બાળકોને બચાવ્યા હતા.
ઓર્ચિડ ફ્લેટમાં આગ લાગતાં એક મહિલાએ પોતાનો જીવ બચાવવા પાંચમા માળેથી છલાંગ લગાવી હતી . આ વીડિયો વાયરલ થતા આગની જેમ વીડિયો ફેલાયો છે.
મહિલા રીતસર પાંચમા માળેથી નીચે પડે છે. નીચે ઊભા રહીશોએ મહિલાને બચાવવા માટે ગાદલું પકડી રાખ્યું હતું. જો કે, આ બનાવમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
