સાવરકુંડલાના અમરાપુર નજીક ભૂંડ આડુ પડતા બાઇક પલટી જતા મહિલાનું મોત

દંપતી જામજોધપુરથી બાઇક લઇ સાવરકુંડલા તરફ જતા હતા સાવરકુંડલાના વેપારી અગ્રણી પત્ની સાથે બાઈક પર જામજોધપુરથી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા ત્યારે અમરાપુર નજીક ભૂંડ…

દંપતી જામજોધપુરથી બાઇક લઇ સાવરકુંડલા તરફ જતા હતા

સાવરકુંડલાના વેપારી અગ્રણી પત્ની સાથે બાઈક પર જામજોધપુરથી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા ત્યારે અમરાપુર નજીક ભૂંડ હતું ઉતરતા બાઈક પલટી ખાઈ જતા તેમના પત્નીનું મોત થયું હતું. જ્યારે વેપારીને પોતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.સાવરકુંડલાના વેપારી અને સમાજસેવક અશોકભાઈ પટેલ સાથે આ અકસ્માત થયો હતો. સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર રહેતા અશોકભાઈ પટેલ કે જે વેપારી અગ્રણી છે અને સમાજસેવક છે પોતે અને તેમના પત્ની દિવ્યાબેન બંને બાઈક લઈને જામજોધપુરથી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા. તે સમય દરમિયાન કુકાવાવના અમરાપુર નજીક સાંજના 6:30 કલાકે ભૂંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં બંને ઘાયલ થયા હતા.જેને 108 મારફતે અમરેલી સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને રાજકોટ રિફર કરવા માટે લઈ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન જ બાબરા પહોંચતા અશોકભાઈના ધર્મ પત્ની દિવ્યાબેન ( ઉં. વ. 70)નું રસ્તામાં જ અવસાન થયું હતું. જેનું બાબરા ખાતે પીએમ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *