શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકક્ષચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતાં મહિલાએ પગના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, 150 ફૂટ રિંગ રોડ પર ગોપાલ ચોક પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા સંગીતાબેન દીપકભાઈ મેરજા (ઉં.વ. 48) લાંબા સમયથી પગની ગંભીર બીમારીથી પીડાતા હતા. સતત રહેતી આ શારીરિક પીડાને કારણે તેઓ માનસિક રીતે કંટાળી ગયા હતા. જેને લઈ ગત તા 9 ના રોજ તેમણે આ બીમારીથી કંટાળીને ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી અસર થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. 48 વર્ષીય પ્રૌઢાના આ પગલાથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે હોસ્પિટલ પહોંચી પંચનામું કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
