ગોંડલના રૂપાવટી ગામે મહિલાનો ઝેર પી આપઘાત

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ,…

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, રૂપાવટી ગામે રહેતી શોભનાબેન મનસુખભાઈ ચાંડપા (ઉ.37) નામની મહિલાએ ગત તા.10નાં રોજ પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લેતાં તેણીને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહિં તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક શોભનાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું અને પતિ મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *