શુકલ પીપળિયામાં પાડોશીના ત્રાસથી મહિલાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

દિયરનો છોકરો છોકરી ભગાડી ગયાનો ખાર રાખી માર મારી મકાન પચાવી પાડવા ધમકી આપતા હોવાનો આરોપ શહેરની ભાગોળે આવેલા શુકલ પિપળિયા ગામે દિયરનો છોકરો યુવતિને…

દિયરનો છોકરો છોકરી ભગાડી ગયાનો ખાર રાખી માર મારી મકાન પચાવી પાડવા ધમકી આપતા હોવાનો આરોપ

શહેરની ભાગોળે આવેલા શુકલ પિપળિયા ગામે દિયરનો છોકરો યુવતિને ભગાડી ગયો હોવાનો ખાર રાખી પ્રૌઢાને પાડોશી પરિવાર અવાર નવાર માર મારી મકાન પચાવી પાડવા ધમકી આપતાં હોવાના આક્ષેપ સાથે પ્રૌઢાએ ફિનાઈલ પી લીધું હતું. પ્રૌઢાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના શુકલ પિપળિયા ગામે રહેતા રંજનબેન જીવણભાઈ રોળિયા ઉ.વ.50 બપોરના સમયે પોતાના ઘરે હતાં ત્યારે ફિનાઈલ પી લીધું હતું. મહિલાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં રંજનબેનના દિયરનો છોકરો ત્રણ વર્ષ પૂર્વે યુવતિને ભગાડી ગયો હતો. જેનો ખાર રાખી રંજનબેનના પાડોશી રંજનબેન અને તેના પુત્રને અવાર નવાર મારમારી મકાન પચાવી પાડવાની ધમકી આપતા હોવાથી પગલુ ભર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *