ડ્રગ્સના ગુનામાં નાસતી ફરતી મહિલા ઝડપાઈ

  મેફેડ્રોન ડ્રગ્સ નાં જથ્થાનાં ગુન્હામાં એકમાસ થી નાશતી ફરતી મહીલાને ગોંડલ બીથડીવીઝન પોલીસે રાજકોટ કટારીયા ચોકડી થી જડપી લઇ રીમાંન્ડ માટે કોર્ટ રજુ કરતા…

 

મેફેડ્રોન ડ્રગ્સ નાં જથ્થાનાં ગુન્હામાં એકમાસ થી નાશતી ફરતી મહીલાને ગોંડલ બીથડીવીઝન પોલીસે રાજકોટ કટારીયા ચોકડી થી જડપી લઇ રીમાંન્ડ માટે કોર્ટ રજુ કરતા કોર્ટે રીમાંન્ડ નામંજુર કરી જેલ હવાલે કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પોલીસે ગત તા.23/12/24 નાં ગોંડલ ની આશાપુરા ચોકડી પાસેથી જેતપુર નાં ધીરજસીંગ અને સમીર દલ ને રુ.29300 ની કીંમત નાં 2.93 ગ્રામ મેફેડ્રોન નાં જથ્થા સાથે જડપી લઇ બીથડીવીઝન પોલીસ ને સોંપ્યા હતા.પોલીસ પુછપરછ માં ડ્રગ્સ નો જથ્થો રાજકોટ ની પુજા નરેન્દ્રભાઈ ભાડજા પટેલે મોકલ્યાંનું જણાવતા પોલીસે પુજાની શોધખોળ શરુ કરી હતી.પુજાએ રાજકોટ ની એનડીપીએસ કોર્ટ માં આગોતરા જામીન અરજી મુકી હતી.જે કોર્ટે ફગાવી દેતા પુજા એક મહીનાથી નાશતી ફરતી હોય પીએસઆઇ જાડેજા,એએસઆઇ પ્રભાતસિહ, મહીલા કોન્સ.અંકીતાબેન સહિત નાએ બાતમીનાં આધારે રાજકોટ ની કટારીયા ચોકડી પાસેથી જડપી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *