31 ડીસેમ્બર પૂર્વે શહેરમાં દારૂૂના ધંધાર્થી ઉપર દરોડા પાડવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પી.સી.બી.ની ટીમને કરેલ સુચના અનુસંધાને શહેરના જંગલેશ્વરના એક મકાનમાં અને વાંકાનેર ચોકડી પાસે રેસ્ટોરન્ટમાં દરોડા પાડી 72 બોટલ વિદેશી દારૂૂ સાથે મહિલા બુટલેગર અને ભાડલા અને રાજકોટના શખ્સને ઝડપી લીધા હતા. જયારે યુનિવર્સીટી પોલીસે રૈયાગામ પાણીના સંપની સામે દરોડો પાડી અંકિત રાજુભાઈ બ્લોચને દારૂૂની 20 બોટલો સાથે દબોચી લઈ રૂૂ.12,962નો મુદામાલ કબજે કર્યો હતો.
પી.સી.બીના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ અને તેમની ટીમે પ્રથમ દરોડો જંગલેશ્વર શેરી નં 17માં પડ્યો હતો જેમાં નસીબ પાન સામેની શેરીમાં આવેલ મકાનમાં રહેતી મહિલા બુટલેગર શેરબાનું સહેજાદ અકબરભાઈ શેખ (ઉ.વ.28)ને ત્યાંથી રૂૂ. 4800ની કીમતની 48 બોટલ દારુ સાથે શેરબાનુંની ધરપકડ કરી હતી. બીજા દરોડામાં કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસે પટેલ ફેમેલી રેસ્ટોરન્ટમાંથી રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ અમૃતધારા ફલેટ ત્રીજા માળે ફ્લેટ નં.305માં રહેતા રાજકોટ રોહીત પરસોતમભાઇ ગોસ્વામી (ઉ.વ.34)અને જસદણના ભાડલા ગામના પારસ ભરતભાઈ દોમડીયાને 12 હજારની 24 બોટલ દારૂૂ સાથે ઝડપી લીધો હતો. પી.એસ.આઈ એમ.જે.હુણ સાથે પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વિજયભાઈ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, મહીલા કોન્સટેબલ મનીષાબેન યાદવે કામગીરી કરી હતી.
