શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ અગમ્ય કારણસર આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં 40 ફૂટ રોડ પર માટેલ સોસાયટીમાં રહેતા ભાવિન કિશોરભાઈ ગોહિલ (ઉ.વ.34) નામના યુવાને આજે બપોરે આજીડેમ બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન બે ભાઈમાં નાનો અને વોકહાર્ટ હોસ્પિટલમાં બિલિંગ વિભાગમાં નોકરી કરે છે તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણ મળ્યું છે. ભાવિને આ પગલુ શા માટે ભરી લીધું તે અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે દોડી જઈ પુછપરછ હાથ ધરી છે.
