મારા ભાઇ વિરૂધ્ધ કરેલી અરજી પાછી ખેંચી લેજે, નિવૃત્ત કર્મચારીને ધમકી

રામનાથ પરામાં રહેતા સમાજ સુરક્ષાના નિવૃત કર્મચારી જાહીદભાઈ મહમદ ઈકબાલભાઈ કાદરી(ઉ.વ.59)એ ભાણેજના દીકરા નિશાદને તૃર્કી સ્કૂલમાં મારમાર્યો હોવાની લેખિત અરજી પોલીસ કમિશનરને કરતા સમાજ લોકોએ…

રામનાથ પરામાં રહેતા સમાજ સુરક્ષાના નિવૃત કર્મચારી જાહીદભાઈ મહમદ ઈકબાલભાઈ કાદરી(ઉ.વ.59)એ ભાણેજના દીકરા નિશાદને તૃર્કી સ્કૂલમાં મારમાર્યો હોવાની લેખિત અરજી પોલીસ કમિશનરને કરતા સમાજ લોકોએ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે જિલ્લા ગાર્ડન નજીક બેઠક કરી હતી.આ ઘટનામાં આબીદ ગુલામહુસેન ચાવડાએ અરજી પાછી ખેંચી લેવાનું કહી ધમકી આપતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી.

મહમદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અગાઉ હું સમાજ સુરક્ષા ખાતામાં નોકરી કરતો હતો અને હાલે નિવૃત જીવન ગુજારૂૂ છું મારા પરીવારમાં મારી પત્ની તથા ત્રણ બાળકો છે.આજીડેમ ચોકડી પાસે આવેલ તુર્કી એકડેમી સ્કુલમાં મારા ભાણેજનો દીકરો નામે નસાદને માર મારેલ હતો તે બાબતે મે પોલીસ કમિશ્નરને સંબોધીને અરજી આપેલ હતી જે અરજી આપ્યા બાદ અમારા સમાજના લોકોને ખબર પડતા તેઓએ મને આ અરજી (ફરીયાદ) બાબતે વાતચીત કરવા માટે તેમજ ફરીયાદ પાછી લેવા માટે ગઇ તા.01/12/2024 ના રોજ રાત્રીના સમયે અ મારા સમાજના લોકો જેમા સરફરાજભાઈ,તોફીકભાઈ,અલીભાઇ ગોગદા અને ઈમ્તિયાજભાઈ તથા મહમદભાઈએ મને જીલ્લા ગાર્ડન ખાતે બોલાવેલ હતો ત્યારે મોડી રાત્રી ના આશરે એકાદ વાગ્યાની આસપાસ અમો ત્યા હાજ2 હોય અને અમારા સમાજના વ્યક્તિ ઓ મને અરજી (ફરીયાદ) બાબતે વાતચીત કરતા હતા અને મે કરેલ અરજી બાબતે તેઓ સમાધાન કરવાનું કહેતા હોય તેવી વાતચીત ચાલુ હતી.

તે દરમ્યાન આબીદ ગુલામહુસેન ચાવડા અમો હાજર હતા ત્યા જીલ્લા ગાર્ડન પાસે એક કાળા કલરની થાર ગાડી લઈને આવેલ અને તેની સાથે બીજો કોઈ વ્યક્તિ હતો જે વ્યક્તિ ને હું ઓળખતો ન હોય ત્યારે આ આબીદ નાઓએ મે આપેલ અરજી (ફરીયાદી ) બાબ તે ધમકી આપીને જણાવેલ કે મારા ભાઈ મુસ્તાક ઉર્ફે ગુલામહુસેન ચાવડા વિરૂૂધ્ધ આપેલ હોય તે અરજી (ફરીયાદ) પાછી ખેચી લે જે તેમ કહી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ ને મને અરજી પાછી નહી ખેચે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો અને તે એકદમ ઉશ્કેરાયેલ ગયેલ હોય અને મને મારવા જતા આ અબીદનાઓ મારી સાથે ત થા તેની સાથે આવેલ લોકો એ તેને પકડી રાખેલ હોય અને તેઓએ અહીથી જવા નું કહેતા તે મને ભુંડી ગાળો આપતા આપતા જતો રહેલ અને આ આબીદ મને કોઈ ઈજા કે નુકશાન કરે તેની બીક હોય જેથી મને અલીભાઈએ મારા ઘરે તેની ગાડીમાં મુકવા આવેલ હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *