ગોંડલ નજીક ભૂણાવા પાસે બેંક દ્વારા સીલ કરવામાં આવેલ ફેક્ટરી માંથી રૂૂ.1.80 લાખ ના કોપર વાયરની ચોરી થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો 150 મીટર જેટલો ઇલેકટ્રીક વાયર કાપીને ચોરી કરી ગયા હોય હાલ પોલીસે સીસીટીવી ઉપર તપાસ કેન્દ્રિત કરી છે.
મળતી વિગતો મુજબ યુનીયન બેંક ઓફ ઇન્ડીયાના ચીફ મેનેજર રાજકોટ સીલપન વીલા ફલેટ નં 302માં રહેતા મૂળ હરીયાણા કરનાલના વતની પ્રવીનભાઈ સુરજભાન વર્માએ નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું હતું કે, ગઇ તારીખ 10/02/2026 ના રોજ બેંકના કબજા હેઠળની ફેકટરી રામ પ્રોટીન્સ લીમીટેડ યુની ટે સર્વે નં 54 ભુણાવા વાળી કંપની ના માલીક લલીતભાઇ વસોયાએ જાણ કરેલ કે કંપની મા કોઇએ શટર તો ડી અંદર પ્રવેશ કરી કંપનીનો ઇલેકટ્રીક વાયરે આશરે 150 મીટર જેટલો કાપીને ચોરી કરીને લઇ ગયેલછે તેમ પ્રવીનભાઈને વાત કરેલ આ કંપની એ શ્રી રામ પ્રોટીન્સ એ યુનિયન બેંકમાથી લોન લીધેલ હતી અને આ લોન કંપની એ ભરેલ નહી એટલે આ કંપનીનો કબ્જો બેંકે સીલ કરી સંભાળી લીધેલ છે અને આ બેંક વતી એસેટ રીકવરી શાખાનુ કામ કાજ પ્રવીનભાઈ સંભાળે છે.
કંપનીમા ટુ વેલ્યુ સીકયુરીટી કંપનીને અમે સીકયુરીટીનુ કામ સોંપેલ હતુ તે દીવસે પ્રવીનભાઈ કંપનીએ આવેલ અ ને સીકયુરીટીના માણસો વીગેરે સાથે જોયેલ તો આ કંપનીમા ફીટીંગ કરવામા આવેલ કોપર વાયર ની ચોરી થયેલ નુ જાણવા મળેલ અને જોયુતો આ કોપરનો વાયર આશરે 27 મોટા વાયર જે ઉપરથી નીચે સુધી આવતી હતી તે આશરે 42 ફુટની એક એવા 27 વાયર કપાયેલ હાલતમા જોવા મળેલ અને બીજી કોપર વાયરના બુસ બાર પણ જોવા મળેલ નહી આ વાયર ચોરી થયેલનુ જાણવા મળેલ અને આ બાબતે સીકયુરીટી ના માણસો રાખેલા તેને પુછતા એક સીક્યુ રીટીના માણસ એ જણાવેલ કે તારીખ 31/01/2026 સુધી આ વાયર સહી સલામત હતા.
આમ યુનીયન બેંકની એસેટ રીકવરી શાખા અર્તગત કબ્જામા આવેલ શ્રી રામ પ્રોટીન્સ કંપ ની માથી ગઇ તારીખ 30/01/2026 ના રોજ રાત્રે અથવા તેના આગલા દીવસોમા કોઇએ કંપનીમા કોઇ અજાણ્યા મા ણસએ અંદર પ્રવેશ કરી કંપનીમા ફીટીંગ કરેલ કોપર વાયર આશરે 42 ફુટની એક એવા 27 વાયર જેની સાઇઝ 100 એમ એમ છે જેની આશરે કીંમત રૂૂ 150,000/ થી 180,000/ જેટલી કીંમતના કોપર વાયર તથા વાયરના બુસ બાર કટર જેવા હથિયાર થી કાપીને ચોરી કરી લઇ ગયેલ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરુ કરી છે.
