અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે, રાપર-લુણાવાડા-નર્મદા-ખંભાત-હિંમતનગરમાં 7 ડિગ્રી સુધી ઠંડી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે શિયાળો જામ્યો છે અને સુસવાટા મારતા ઠંડા પવનોનાં કારણે તાપમાનનો પારો ગગળી જતા લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહયો છે અને લોકો સવારથી જ ગરમ કપડામાં વીંટળાઇને ફરતા નજરે પડયા હતા.
કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના પગલે ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાં શીત લહેર જોવા મળી છે અને રાજસ્થાનના હિલ સ્ટેશન આબુમાં તાપમાન ઝીરો ડિગ્રીએ પહોંચી ગયુ છે તો ગુજરાતનાં 8 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે સરકી ગયો છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢના ગિરનાર પર્વત ઉપર તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડી ગયો છે.
ગુજરાતમાં કચ્છના રાપર ઉપરાંત લુણાવાડા, નર્મદા, ખંભાત તથા હિંમતનગરમાં તાપમાન 8 ડિગ્રી નીચે નોંધાતા કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. આગામી બે દિવસ હજુ પણ ઠંડીનો સપાટો ચાલુ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. સવારે રાજકોટમાં તાપમાનનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યાો હતો અને આઠ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.
ગઇકાલે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી પડવાથી લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો. નલિયામાં ઠંડી 10 ડિગ્રી નજીક પહોંચ્યું હતુ.
ઠંડા પવનો ફૂંકાવાના પગલે શિયાળાની જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં 10.8 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં કડકડતી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. તાપમાન પણ દિવસેને દિવસે ગગડી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અચાનક ઠંડીનો પારો ગગડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં આશરે 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. અમદાવાદ શહેરમાં શુક્રવારે 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રવિવારે 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદ શહેરના તાપમાનમાં ત્રણ દિવસમાં આશરે 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.
કયા શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું
વલસાડ 8.8
હિંમતનગર 7.9
નર્મદા 7.2
લુણાવાડા 7.8
રાપર 7.6
તળાજા 9.2
ભાવનગર 9.5
દાહોદ 9.8
ખંભાત 7.9
અમદાવાદ 13.9
વડોદરા 11
ભાવનગર 12.8
ભૂજ 12.2
દાહોદ 9.8
ડાંગ 10.6
દિવ 11.6
દ્વારકા 18.0
ગાંધીનગર 12.4
જામનગર 15.7
કંડલા 16.0
રાજકોટ 11.0
નલીયા 7.6