વિમ્બલ્ડનની સૌથી લાંબી કવાર્ટર ફાઈનલ સવા કલાકની

સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર અને ત્રણ વર્ષથી વિક્રમજનક પચીસમું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવા સંઘર્ષ કરી રહેલા 39 વર્ષના નોવાક જોકોવિચે મંગળવારે અહીં વિમ્બલ્ડન…

સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર અને ત્રણ વર્ષથી વિક્રમજનક પચીસમું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવા સંઘર્ષ કરી રહેલા 39 વર્ષના નોવાક જોકોવિચે મંગળવારે અહીં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપની ક્વોર્ટર ફાઇનલ જીતીને વિક્રમજનક 15મી વખત વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. પચીસમું ટાઇટલ હવે તેનાથી માત્ર બે ડગલાં દૂર છે. જોકોવિચ નો મુકાબલો સેમિમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિનર સામે થશે. છેલ્લા એક વર્ષમાં જોકોવિચ-સિનર એકમેકને એક વખત મોટી ટૂર્નામેન્ટમાં હરાવી ચૂક્યા છે.

જોકોવિચ અને કેનેડાના ફેલિક્સ ઑઝાય આલીયાસીમ વચ્ચેની પાંચ સેટની ક્વોર્ટર ફાઇનલ પાંચ કલાક અને 15 મિનિટ સુધી ચાલી હતી જેમાં છેવટે જોકોવિચે 12-10, 3-6, 6-3, 4-7, 10-4થી વિજય મેળવ્યો હતો. વિમ્બલ્ડનના ઇતિહાસમાં આ સૌથી લાંબી ક્વોર્ટર ફાઇનલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *