CSKની દિલ્હી સામેની મેચમાં ધોની રમશે?

IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ એ રમેલી અત્યાર સુધી રમેલી ત્રણેય મેચ હાર મળી છે, ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર એમએસ ધોની હજુ સુધી…

IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ એ રમેલી અત્યાર સુધી રમેલી ત્રણેય મેચ હાર મળી છે, ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર એમએસ ધોની હજુ સુધી એક પણ મેચ નથી રમ્યો. એવામાં અહેવાલ છે કે એમ એસ ધોની ટૂંક સમયમાં IPL 2026 માં તેની પહેલી મેચ રમી શકે છે.

ટુર્નામેન્ટ શરૂૂ થાય તે પહેલા 44 વર્ષીય ધોનીના પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે હજુ સુધી એક પણ મેચ રમી શક્યો નથી. તેની ગેરહાજરીમાં CSKની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચના 10મા ક્રમે છે.

CSKની દિલ્હી કેપિટલ્સ સામેની આગામી મેચ પહેલા એમએસ ધોની ફીટ થઇ શકે છે, ડેવાલ્ડ બ્રેવિસ પણ ફિટ થઇ શકે છે. ધોની ટૂંક સમયમાં ફિટનેસ ટેસ્ટ કરાવશે, જો તે આ ટેસ્ટમાં પાસ થાય તો તે ચેપોક ખાતે DC સામે મેદાનમાં ઉતરશે.

IPLના ઇતિહાસમાં એમએસ ધોનીએ માત્ર આઠ મેચમાં જ નથી રમ્યો, વર્ષ 2010 માં ત્રણ, 2019 માં બે અને 2026 માં અત્યાર સુધી ત્રણ મેચ મિસ કરી છે. આ આઠમાંથી 7 મેચમાં ટીમના હાર મળી. એમએસ ધોનીની હાજરીને કારણે ટીમનો આત્મવિશ્વાસ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *