તેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પ

યુધ્ધવિરામની વાતો વચ્ચે અમેરિકન પ્રમુખે રંગ બદલ્યો, વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ યથાવત જેને ઓઇલ જોઇતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે, અમેરિકન સેના મહાન, જગત…

યુધ્ધવિરામની વાતો વચ્ચે અમેરિકન પ્રમુખે રંગ બદલ્યો, વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ યથાવત

જેને ઓઇલ જોઇતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે, અમેરિકન સેના મહાન, જગત જમાદારનું 20 મિનિટનું સંબોધન

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ આજે સવારે 6:30 વાગ્યે દેશને સંબોધિત કર્યો. ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલા શરૂૂ કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ તેમનું પહેલું મોટું ભાષણ હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આગામી અઠવાડિયામાં ઈરાન વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનને વધુ તેજ કરશે. ભલે પડદા પાછળ વાતચીત ચાલી રહી હોય, પણ અમેરિકા ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરમાણુ મથકો પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.

પોતાના 20 મિનિટના સંબોધનમાં ટ્રમ્પે હોર્મુઝની ખાડીના બ્લોકેજ અંગે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ કોઈ તેલ લેતું નથી. અમને તેની જરૂૂર નથી. જે દેશોને હોર્મુઝથી તેલ મળે છે, તેમણે તે રસ્તાનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે તેને સાંભળીને રાખવું જોઈએ અને તેની હિફાઝત કરવી જોઈએ. ” આ નિવેદન દ્વારા ટ્રમ્પે યુરોપિયન અને એશિયન દેશો પર દબાણ વધાર્યું છે જેઓ ઉર્જા સપ્લાય માટે આ રૂૂટ પર નિર્ભર છે.

પોતાની સ્પીચમાં ટ્રમ્પે અમેરિકન સેનાની પ્રશંસા કરતા કહ્યું, “છેલ્લા ચાર અઠવાડિયામાં આપણી સેનાએ યુદ્ધના મેદાનમાં ઝડપી, નિર્ણાયક અને જબરદસ્ત જીત હાસિલ કરી છે. આપણી પાસે દુનિયાની સૌથી મજબૂત સેના છે.” આ સાથે જ તેમણે ઈરાનની નૌસેના સંપૂર્ણપણે ખતમ થઈ હોવાનો પણ દાવો કર્યો.
રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પે વેનેઝુએલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અમેરિકન સૈનિકોના વખાણ કર્યા, જેમણે એક ઝડપી ઓપરેશન દ્વારા માત્ર થોડી મિનિટોમાં તે દેશ પર નિયંત્રણ મેળવી લીધું હતું. ટ્રમ્પે આ મિશનને ’ઝડપી, જીવલેણ અને જોરદાર’ ગણાવ્યું અને કહ્યું કે તેનાથી દુનિયાભરમાં અમેરિકાને સન્માન મળ્યું છે. હવે અમેરિકા વેનેઝુએલાના વિશાળ તેલ અને ગેસ ભંડારોને વિકસાવવા અને વેચવા પર સાથે મળીને કામ કરી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે અમે લોકોની મદદ માગી ત્યારે કોઈ ન આવ્યું. હવે અમે ચોખ્ખા શબ્દોમાં જણાવી દેવા માગીએ છીએ કે અમેરિકાની ઊર્જા જરૂૂરિયાતો મિડલ ઈસ્ટ પર નિર્ભર નથી. એટલે હવે જેને પણ ઓઈલ જોઈતું હોય તે અમારી પાસેથી ખરીદી લે કાં પછી જઈને હોર્મુઝ પર કબજો કરી લે જેથી તેમનું ઓઈલ તેમને મળી શકે.

યુએસ મિડલ-ઈસ્ટ પર નિર્ભર નથી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે મધ્ય-પૂર્વથી ઉર્જાના મામલે આઝાદ થઈ ગયું છે. અમેરિકા વેનેઝુએલા અને પોતાના સંસાધનો દ્વારા તેલ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, પોતાના સહયોગી દેશોની મદદ માટે અમેરિકા ત્યાં પોતાની હાજરી જાળવી રાખશે. અમે આગામી બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન પર મોટો હુમલો કરવા જઇ રહ્યા છીએ. અમે તેમને ફરી એકવાર પાષાણ યુગમાં ધકેલી દઈશું. અમારું મુખ્ય લક્ષ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન નહોતું તેમ છતાં તે પણ થઈ ગયું છે. તેનું ઓઇલ ક્ષેત્ર અમે હજુ સુધી નિશાને લીધું નથી પરંતુ અમે ભવિષ્યમાં તેના પર હુમલો કરી શકીએ છીએ.

વરસો સુધી ટકે એવા ટ્રમ્પના આ વેરના વાવેતર છે: ઇરાન
ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનને અમેરિક પ્રજાને એક ખુલ્લો પત્ર એ પ્રજાના વડા ટ્રમ્પ પ્રાઇમ ટાઇમ સંબોધન કરે એ પહેલા, પોતાની વેબસાઇટ દ્વારા તરતો મુકયો હતો. જેણે અમેરિકામાં મોટો બૌદ્ધિક વા-વંટોળ ઉભો કર્યો છે.
“ઈરાનના મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ – જેમાં ઊર્જા અને ઔદ્યોગિક સુવિધાઓનો સમાવેશ થાય છે – પર હુમલો સીધો ઈરાની લોકો પર હુમલો કરે છે,” પેઝેશ્કિયાને તેમની વેબસાઇટ પર પ્રકાશિત એક ખુલ્લા પત્રમાં જણાવ્યું હતું. “યુદ્ધ અપરાધ બનાવવા ઉપરાંત, આવી ક્રિયાઓના પરિણામો ઈરાનની સરહદોથી પણ આગળ વધે છે.” તેઓ “અસ્થિરતા વાવે છે, માનવ અને આર્થિક ખર્ચમાં વધારો કરે છે”, અને “વર્ષો સુધી ટકી રહે તેવા રોષના બીજ” વાવે છે, તેમણે આગળ કહ્યું. “આ યુદ્ધ દ્વારા ખરેખર અમેરિકન લોકોના કયા હિતોની સેવા થઈ રહી છે?”

તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે શું વોશિંગ્ટન “ઈઝરાયલ માટે પ્રોક્સી તરીકે, તે શાસન દ્વારા પ્રભાવિત અને ચાલાકીથી યુદ્ધમાં પ્રવેશ્યું” છે? એટલે કે ઇઝરાયેલ જેવા નાનકડા દેશે મહાસતા અમેરિકાને ઇરાન સામે લડવા પ્રોકસી દેશ બતાવ્યો છે? તેમણે એમ પણ કહ્યું કે સામાન્ય અમેરિકનો ઈરાનના દુશ્મન નથી, “વારંવાર વિદેશી હસ્તક્ષેપો અને દબાણનો સામનો કરવા છતાં પણ”. તેમનો પત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધ પર અમેરિકનોને પ્રાઇમ-ટાઇમ સંબોધન પહેલાં આવ્યો હતો, જ્યારે મંજૂરી દરમાં ઘટાડો, આર્થિક ચિંતા અને રાજદ્વારી પરિણામોમાં વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *