હાલ અમદાવાદમાં પિતાને ઘરે રહેતી પરિણીતા પુષ્પાબેન (ઉવ 40)એ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે ટંકારાના હીરાપરા ગામમાં રહેતા પતિ કિરણ સારેસા, સસરા દેવશીભાઈ લક્ષ્મણભાઈ સારેસા,નણંદોયા ભરતભાઈ પરમાર(રહે. કનેસરા, જસદણ), નણંદ સુનીતાબેન પ્રવીણભાઈ સાગઠીયા(રહે, રાજકોટ) નણંદ દીક્ષાબેન હિતેરાભાઈ ખીમસુરીયા (રહે. જસદણ), પ્રભાબેન સમીરભાઈ વાઘેલા, જેઠ અનિલભાઈ કલાભાઈ સારેસા(થોરાળા, રાજકોટ) પોપટભાઈ ખાનાભાઈ સારેસા, ગોવિંદભાઈ સારેસા(રહે. હિરપરા, ટંકારા) ના નામ આપ્યા છે.
પરિણીતા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 2010 માં કિરણ દેવશીભાઈ સારેસા સાથે થયા હતા.બન્ને ના બીજા લગ્ન હતા. લગ્ન બાદ રાજકોટમાં ગંજીવાડા વિસ્તારમાં પતિ અને સાસારીયા સાથે રહેતા હતાં. પાંચ મહિના સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ પરિણીતાને પતિને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતા તેમના સાસુ સસરાને વાત કરતા ઝઘડો થયો તેમજ ઘર ખર્ચ માટે પતિ પૈસા પણ ન આપી દારૂૂ પીયને ગાળો આપી ઢીકાપાટુનો માર મારતો સાસુ સસરા પરિણીતાને કહેતા કે તને કોઈ કામકાજ આવડતું નથી રસોઈ પણ આવડતી નથી તેમજ પતિને યઢમણી કરતા પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો.
પરિણીતાએ તેના માતા પિતા ને વાત કરતા તેઓ કહેતા કે આગળ જતા બધું સારું થઇ જશે. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં દીકરો થતા બધું સારું થઈ જશેની પરીણીતાની આશા પર પાણી કર્યું અનેક વાર રિસામણે જતા ઘર મેળે અને કોર્ટ રહે સમાધાન કર્યું હતું પરંતુ 6 વર્ષ પહેલા પરિણીતાને સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી બાદ પતિએ ટપાલ મારફત છૂટાછેડાના કાગળ મોકલ્યા હતા. હાલ પિતાના ઘરે રહેતી હોવાથી પતિ આજ દિવસ સુધી પતિએ બાળકો કે પરિણીતાની કોઈ સંભાળ પણ લીધી નથી અને પતિ ક્યાં છે એ પરિણીતાને ખબર નથી.સાસરિયા તરફ થી કોઈ સમાધાન કરવા ન આવેલ હોવાથી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
