માર્કેટ યાર્ડ પાસે રહેતી મહિલાને સારવારમાં ખસેડાઈ
શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક રહેતી મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પતિ 15 દિવસથી ઘરેથી જતો રહ્યો હોય જેથી તેણીએ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, જુના માર્કેટ યાર્ડ પાસે રહેતાં હંસાબેન રાજુભાઈ સોલંકી (ઉ.45) નામના મહિલાએ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં તેના લગ્ન 22 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
પતિ ગેસના ચુલા રીપેરીંગ કરવાનું કામ કરે છે. દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિ 15 દિવસથી ઘરેથી જતો રહ્યો હોય અને તેનો કોઈ પત્તો ન લાગતાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
