જૂનાગઢમાં પતિના આપઘાતના એક કલાકમાં પત્નીએ ગળેફાંસો ખાઈ જીવ દીધો

બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, કારણ અંગે પરિવારજનો અજાણ જૂનાગઢના મધુરમના શીતલ નગર વિસ્તારમાં પતિએ ગળાફાંસો ખાધાના 1 કલાક પછી પત્નીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી…

બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, કારણ અંગે પરિવારજનો અજાણ

જૂનાગઢના મધુરમના શીતલ નગર વિસ્તારમાં પતિએ ગળાફાંસો ખાધાના 1 કલાક પછી પત્નીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ શીતલનગરમાં રહેતા 42 વર્ષીય સતિષભાઈ લાલજીભાઈ પરમાર નામના યુવાને ગત તા. 23 ડિસેમ્બરના રોજ સાંજે ગળાફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના એક કલાક બાદ મૃતક યુવકના 39 વર્ષીય પત્ની ગીતાબેનએ પોતાના ઘરે પતિની પાછળ ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું.

આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતિની આત્મહત્યાથી બે સંતાને એક સાથે માતા અને પિતાનું છત્ર ગુમાવતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. મૃતક સતિષભાઈ ફાઇનાન્સનું કામ કરતા હતા. તેમના આત્મઘાતી પગલા પાછળનું કારણ બહાર નહિ આવતા પીએસઆઇ એચ. બી. ચૌહાણએ મૃતકના પરિજનોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *