બાળકોને સાચવવા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેરી ટીકડા પીધા

શહેરના કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકોને સાચવવા બાબતે દંપતિ…

શહેરના કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકોને સાચવવા બાબતે દંપતિ વચ્ચે ઝઘડો થતા પત્નીએ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતી પાયલ અજયભાઇ બાબરીયા (ઉ.વ.24)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઇ લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. પ્રથામિક તપાસમાં પરિણીતાને સંતાનમાં બે દીકરી હોવાનુ અને તેનો પતિ સેન્ટીંગ કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. ગત રાત્રે પતિ ઘરે આવતા સંતાનોને સાચવવાનું કહેતા પતિએ કહેલુ કે હું થાકીને આવ્યું છું તુ સાચવ તેમ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી લાગી આવતા સવારે પરિણીતાએ આ પગલુ ભરી લીધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *